દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૮૯ હજારની મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થયાં
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજાેરીમાંથી સોના - ચાંદીના દાગી તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૭૯,૮૦૦ની મત્તાનો હાથ ફેરો કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
ગત તા.૨૨મી જાન્યુઆરીના રોજ લીમખેડા તાલુકાના દુધીયા ગામે અમીન ફળિયા ખાતે રહેતાં અરવિંદભાઈ દેવચંદભાઈ જાટવાના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો રાત્રીના કોઈ પણ સમયે પ્રવેશ કરી મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી તિજાેરીમાં મુકી રાખેલ સોના - ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૭૯,૮૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે અરવિંદભાઈ દેવચંદભાઈ જાટવાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

