દાહોદમાં કોરોના ૩૯ પોઝીટીવ કેસ નોંધાંયાં
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં આજે ૩૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યાં છે. છેલ્લા બે દિવસથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે જે રાહતના સમાચાર પણ છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૭૭૨ પૈકી ૧૫ અને રેપીટ ટેસ્ટના ૭૪૭ પૈકી ૨૪ મળી આજે કુલ ૩૯ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. દાહોદ અર્બન વિસ્તારમાંથી ૯, દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૬, લીમખેડામાંથી ૦૩, ગરબાડામાંથી ૦૩, ધાનપુરમાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૨ અને સંજેલીમાંથી ૦૩ કેસોનો સમાવેશ થાય છે. આજે વધુ ૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૯૪૦ને પાર થઈ ગયો છે.

