દાહોદના ગલાલીયાવાડ વિસ્તારમાં જાહેરમાં જુગારના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમે સપાટો બોલવાતાં જુગારીઓમાં ફફડાટ ફેલાયો : રૂા. ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો : ૨૧ જુગારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ
દાહોદ તા.૨૫
ગાંધીનગર સ્ટેટ વીજીલન્સની ટીમને મોટી સફળતાં પ્રાપ્ત થયેલ છે જેમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે દ્રષ્ટિ નેત્રાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં રમાતાં મસમોટા જુગારધામ ઉપર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતાં. વરલી મટકાનો અને આંક ફરકો મોટા પાયે અને હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે સોશીયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ટોળુ વળી જુગાર રમતાં ૨૧ જુગારીઓ વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યાેં છે ત્યારે પોલીસે ૨૧ પૈકી ૧૧ ને ઝડપી પાડ્યાં છે જ્યારે અન્ય નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે રોકડા રૂપીયા ૪૩,૯૬૦, ૦૭ મોબાઈલ ફોન, ૦૪ વાહનો, જુગારના સાધનો મળી કુલ રૂા. ૧,૩૫,૯૬૦ નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.
ગત તા.૨૪મી જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે દ્રષ્ટિ નેત્રાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ઓટલા ઉપર વરલી, મટકા અને આંક ફરકનો મોટાપાયે જુગાર રમાતો હોવાનો જુગાર રમતો હોવાની બાતમી ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળતાં પોલીસે સાંજના ૫ વાગ્યા બાદ પોલીસે ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જુગારીઓમાં બાબુભાઈ કરીમભાઈ શેખ, બાબુભાઈ નાનજીભાઈ ભુરીયા, દિનેશભાઈ ભીખાભાઈ ભંડારી, જીતેન્દ્ર હેમચંદભાઈ ચમાર, ગણેશભાઈ મોહનભાઈ સંગાડા, રમેશભાઈ બચુભાઈ નિનામા, માધુસિંહ શંકરસિંહ રાઠોડ, શાંતિલાલ હકજીભાઈ મેડા, બાબુલાલ રણછોડલાલ પીઠાયા, ઈલેશભાઈ નરસીંગભાઈ પસાયા, દિનુભાઈ શાંતિલા જાદવ જ્યારે વોન્ટેડ આરોપીઓ પૈકી, વજુભાઈ ગલાભાઈ ભુરીયા, દિલીપભાઈ યાદવ (જુગારનો કોઠો બનાવના), લાલાભાઈ ગણાવા, ( જુગાર ધામમાં બહાર પોલીસની નીગરાની રાખનાર) તથા ફરાર અન્ય ૬ જેટલા ઈસમો પૈકી ઉપરોક્ત વોન્ટેડ સિવાય ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા ૪૩,૯૬, મોબાઈલ ફોન નંગ. ૭, વાહન નંગ. ૦૪, જુગારધામના સાધનો મળી પોલીસે કુલ રૂા. ૧,૩૫,૯૬૦ નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.
કોરોના મહામારીના સમયે એક તરફ સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે અને સોશીયલ ડિસ્ટન્સ બનાવી રાખવા, ટોળામાં ભેગા ન થવા ઉપર પ્રતિબંધ લગાવી જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઉપરોક્ત જુગારીઓ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરી જાહેરમાં જુગાર રમી, ટોળામાં ભેગા મળી એકબીજાની તેમજ અન્યની જીંદગી જાેખમાય તે રીતે ભેગા થતાં આ મામલે જુગારધાના કલમો સાથે સાથે કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ સ્ટેટ વીજીલન્સની ટીમે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.