દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે એસ.ઓ.જી. પોલીસનો સપાટો : પાણીના ટેન્કરમાંથી પોલીસે રૂપીયા ૩.૦૯ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે દાહોદ એસ.ઓ.જી. પોલીસની નાકાબંધી દરમ્યાન એક નંબર વગરના પાણીના ટેન્કરની ઉભી રાખવા ટેન્કરની અંદર તલાસી લેતાં પોલીસ ચોકી ઉઠી હતી. ટેન્કરની અંદરથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૩,૦૯,૦૦૦ના જંગી જથ્થા સાથે ચાલકની ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર તેમજ મંગાવનાર મળી કુલ ૪ ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

દાહોદમાં બુટલેગરનો અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બની રહ્યાં છે. બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા તરકીદો અજમાવી રહ્યાં છે. અગાઉ એમ્બ્યુલંશમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં હતાં અને હવે પાણીના ટેન્કરમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરવાની નવી તરકીબ અપનાવી રહ્યાં છે ત્યારે ગત તા.૨૪મી જાન્યુઆરીના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાનપુર તાલુકાના પીપેરો ગામે આંબાલા ચોકડી ઉપર વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક નંબર વગરનું પાણીનું ટેન્કર પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેન્કર નજીક આવતાંની સાથે પોલીસે ટેન્કરને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને ટેન્કરના ચાલક રતનસિંહ ગાજીસિંહ રાવત (રહે. છરછોડ, વેડ ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) નાની અટક કરી હતી અને ગાડીની તલાસી લેતાં લેતાં પોલીસે પાણીની ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલો નંગ. ૧૫૬૦ કિંમત રૂા. ૩,૦૯,૦૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ચાલક પાસેથી એક મોબાઈલ ફોન અને ટેન્કરની કિંમત મળી કુલ રૂા. ૬,૧૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં સાથ સહકાર આપનાર કેશનભાઈ ઉર્ફે કિશનભાઈ નગજીભાઈ (રહે. છરછોડા, વેડ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ), પ્રવિણભાઈ અને વિક્રમભાઈ મળી કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: