દાહોદમાં વાહન ચોર ટોળકીનો આતંક : ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરતો ચોર સીસીવીટી ફુટેજમાં કેદ થયો
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના નસીરપુર ગામે ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરતાં વાહન ચોર નજીકના સીસીટીવી ફુટેજમાં કેદ થતાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ વાહન ચોરી કરતી ટોળકીઓ સક્રિય બની છે. મોટરસાઈકલનો સાથે સાથે હવે વાહન ચોર ટોળકી ફોર વ્હીલર વાહનો ચોરવા તરફ પણ વળ્યાં છે ત્યારે દાહોદ તાલુકાના નસીરપુર ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે નસીરપુર ગામે લોક મારી પાર્ક કરેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી ચોર ઈસમ દ્વારા ધક્કો મારી ચોરી કરી લઈ જતાં આ મામલે બીજા દિવસે આસપાસના સીસીટીવ ફુટેજની ચકાસણી હાથ ધરતાં વાહન ચોર ઈસમ દ્વારા ક્રુઝર ફોર વ્હીલર ગાડીને ધક્કો મારી ચોરી કરતો હોવાની સીસીટીવી ફુટેજમાં જાેવા મળ્યું હતું. જાણવા મળ્યાં અનુસાર, આ મામલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.