દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અજાણ્યા વાહનના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલ એક યુવકને અડફેટમાં લેતાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલ એક યુવકને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતાં યુવકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૭મી જાન્યુઆરીના રોજ ઝાલોદ તાલુકાના કચુમ્બર ગામે નિશાળ ફળિયામાં રહેતાં રાકેશભાઈ સામજીભાઈ પરમાર લીમડી બજારમાં રોડની સાઈડમાં ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી એક અજાણ્યો વાહનના ચાલક પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાકેશભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં રાકેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન રાકેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના કચુમ્બર ગામે નિશાળ ફળિયામાં રહેતાં અરવિંદભાઈ મંગળાભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.