દાહોદ તાલુકાના સબરાળા ગામે બે ઈસમોએ બે જણાને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના સબરાળા ગામે બે ઈસમોએ બે વ્યક્તિઓને લોખંડની પાઈપ વડે તેમજ ગડપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની કોશિષ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૨૫મી જાન્યુઆરીના રોજ રઈશ અનવર દલાલ અને શાહરૂખ અનવર દલાલ (બંન્ને રહે. સબરાળા, તા.જિ.દાહોદ, મુળ રહે. ઘાંચીવાડ, દાહોદ, તા. જિ.દાહોદ) આ બંન્ને ઈસમોએ દાહોદ તાલુકાના રળીયાતી નવી વસાહત ખાતે રહેતાં વિશાલભાઈ અને હિતેશભાઈ ઈશ્વરભાઈ સરાણીયાને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું અહીં ચોરી કરવા આવ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બંન્ને જણાએ વિશાલભાઈ અને હિતેશભાઈને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી તેમજ મારી નાંખવાની કોશિષ કરતાં આ સંબંધે ઈજાગ્રસ્ત હિતેશભાઈ ઈશ્વરભાઈ સરાણીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.