લોકો આશ્ચર્ય ચકિત થયાં : મુર્તીને જાેવા લોકટોળા ઉમટી પડ્યાં : દાહોદ શહેરમાંથી ખોદકામ દરમ્યાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન મુર્તિ મળી આવી
દાહોદ તા.૦૧
દાહોદ શહેરના એમ.જી.રોડ ખાતે પાઈપલાઈનના ખોદકામ દરમ્યાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન મુર્તિ મળી આવતાં લોકો આશ્ચર્ય સાથે ચકિત થઈ ગયાં હતાં. મુર્તીને જાેવા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મુર્તી કેટલી જુની છે તે પુરાતત્વ વિભાગની તપાસમાં બહાર આવશે. દાહોદમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત ખોદકામનું કામ ચાલી રહ્યું છે જેમાં ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી પણ પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ શહેરના એમ.જી. રોડ નજીક પાઈપલાઈનનુ ખોદકામનું કામ ચાલતું હતું તે દરમ્યાન મજુરો ખોદકામ કરી રહ્યાં હતાં અને ખોદકામ દરમ્યાન એકાએક જમીનમાંથી પ્રાચીન ભગવાન શ્રી કૃષ્ણની મુર્તી મળી આવતાં મજુરો આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતાં. મુર્તિ ખંડીત હાલતમાં હતી. જમીનમાંથી નીકળેલ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન મુર્તી એક હજાર વર્ષ જુની હોવાનું જાણકારોનો મત છે. મુર્તીને જાેવા માટે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, વીએચપી દ્વારા પ્રાચીન મુર્તી મંદિરમાં મુકવામાં આવશે. ગેસ પાઈપલાઈનના ખોદકામ દરમ્યાન મળેલ પ્રાચીન ભગવાન શ્રી કૃષ્ણની મુર્તી કેટલી જુની છે તે પુરાતત્વ વિભાગની તપાસ બાદ બહાર આવશે.