લીમખેડા તાલુકાના ફુલપરી ગામનો બનાવ : રસ્તાની વચ્ચે જાનવર આવી જતા મોટરસાયકલ સ્લીપ ખાધી : 12 વર્ષીય બાળકનું મોત
દાહોદ તા.05
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફૂલપરિ ગામે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા તે સમયે રસ્તામાં એક જાનવર આવી જતા મોટરસાયકલ સ્લીપ ખાઇ ગઇ હતી જેને પગલે મોટરસાયકલ ની પાછળ બેઠેલ એક બાર વર્ષીય બાળકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ ૨૮ મી જાન્યુઆરીના રોજ સીંગવડ તાલુકાના ભીલ પાનીયા ગામે માળી ફળિયામાં રહેતો કૈલાશભાઈ બાબુભાઈ નિનામા તથા તેની સાથે ૧૨ વર્ષીય રાજેશભાઈ કલુભાઈ મુનિયાને સાથે લઈ મોટરસાયકલ પર સવાર થઈ ફુલપરી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કૈલાશભાઈ દ્વારા પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા તે સમયે રસ્તામાં અચાનક જાનવર આવી જતા મોટરસાયકલ પરનો સ્ટેરીંગ ગુમાવી દીધો હતો અને મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા કૈલાશભાઈ અને ૧૨ વર્ષીય બાળક રાજેશભાઈ બંને જણા મોટરસાયકલ પરથી ફંગોળાયા હતા જેને પગલે રાજેશભાઈને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજેશભાઈ સારવાર દરમ્યાન મોત નિપજતા આ સંબંધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

