દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર મામલે એજન્સીની કામ સોંપી : રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂં કરાઈ

દાહોદ તા.૦૭
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતાં પશુઓથી શહેરીજનો પરેશાન હતા ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાએ એજન્સીને કામ સોંપી ઢોર માલિકોને ચેતવણી સ્વરૂપે માઈક થી જાહેરાત આપી હતી કે, જેમના પણ પશુ પકડાશે તે ઢોર મલિક સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે તેમજ જેટલા દિવસ ઢોર રહેશે તેનો નિભાવણી નો ખર્ચ પણ ઢોર માલિક પાસેથી વસુલ કરવામાં આવશે જે જાહેરાત બાદ ગત મોડીરાત્રે શહેરના માર્ગો ઉપર ફરતા પશુઓને એજન્સીના માણસો દ્વારા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે નગરપાલિકા પ્રમુખ સહિત કાઉન્સીલરો પણ હાજર રહ્યાં હતાં. હવેથી દાહોદ શહેરમાં જ્યાં પણ રખડતા ઢોર જાેવા મળશે તેને પકડી ઢોર મલિક સામે દંડનિય કાર્યવાહી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: