દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી : જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી : દાહોદ કલેક્ટરે ૧૧ નાયબ મામલતદારોની બદલીનો કર્યો આદેશ

દાહોદ તા.08

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ કલેક્ટર કચેરી સહિત જીલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૧૧ જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ ફરમાવ્યો હતો, કલેક્ટર કચેરી મા ફરજ બજાવતા નાયબ મામલતદારોને તાલુકા કક્ષાએ જ્યારે તાલુકા કક્ષાએ ફરજ બજાવતા નાયબ મામલતદારોને જિલ્લા કક્ષાએ અરસ પરસ બદલી કરવામા આવી હતી જેમાં એસ.જોષીને દાહોદ મામલતદાર કચેરીએ થી બદલી કરી ફતેપુરા મામલતદાર કચેરીએ મુકાયા હતા. એ.એસ.ચૌહાણને ધાનપુર મામલતદાર કચેરીએ થી બદલી કરી દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ મુકાયા, ડી.એમ.મોદીને દાહોદ કલેક્ટર કચેરીએ થી બદલી કરી ગરબાડા મામલતદાર કચેરીએ મુકાયા, એમ.સી.રાજપાલને ગરબાડા મામલતદાર કચેરીએ થી બદલી કરી સંજેલી મામલતદાર કચેરીએ મુકાયા, એન.વી.ભુરીઆને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીમા (સ.ઓ.રણધીકપુર તરીકે) મુકાયા, કે.વી.બારૈયાને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીએ (મતદારયાદી મા) મુકાયા, આર.જે.ચાવડા ને દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ થી બદલી કરી ધાનપુર મામલતદાર કચેરીએ મુકાયા, બી.એસ.સોલંકી ને ફતેપુરા મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ મામલતદાર કચેરીએ મુકાયા, બી.એસ.ડીંડોર ને સંજેલી મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ કલેક્ટર કચેરીમા પુરવઠા શાખા મા મુકાયા, બી.પી.ખાંટ ના.મામલતદાર. કલેક્ટર કચેરી પુરવઠા ને પુરવઠા હેડ કલાર્ક નો વધારાનો હવાલો સોંપાયો, આર.એન.ડામોર ના.મામ. કલેક્ટર કચેરી દાહોદ ને પુરવઠા નિરીક્ષક, જસપ, યુઆઈડીનો વધારાનો હવાલો સોંપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: