દાહોદમાં જૈન સમાજના લોકોમાં ભારે રોષ સાથે આક્રોશ જાેવા મળ્યો : તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાના લોકસભામાં આપેલ નિવેદનથી જૈન સમાજમાં ભારે રોષ : જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૯
તૃણમુલ કોંગ્રેસના સાંસદ દ્વારા મહુઆ મોઈત્રા દ્વારા લોકસભામાં નિવેદન આપેલ હતું કે, જૈન પરિવારનો દિકરો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાય છે જેના આ નિવેદનને પગલે દાહોદના જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો હતો અને આ સંદર્ભે શ્રી સીમન્ધર સ્વામી રાજેન્દ્ર જૈન ટ્રસ્ટના અગ્રણીઓ તેમજ સમાજના લોકોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી અને દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ સુપ્રત કરી સાંસદ મહુઆ મોઈત્રા માફી માંગે તેમજ તેનું સભ્ય પદ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ દ્વારા મહુઆ મોઈત્રા દ્વારા લોકસભામાં નિવેદન આપેલ હતું કે, જૈન સમાજનો દિકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. આ નિવેદનના પગલે જૈન સમાજમાં ભારે રોષ પ્રગટી રહ્યો છે. જૈન સમાજ માટે અપમાનિત ટીપ્પણી કરીને સંસદની ગરીમાને લજવી જૈન સમાજના મુલ્યોને ઠેસ પહોંચાડી છે. વિશ્વભરમાં જૈન સમાજ અહિંસા પરમોધર્મના મુલ્ય પર ચાલે છે. જૈન સમાજ એક શાકાહારી ઓળખ ધરાવે છે. જૈન સમાજ શાંતિપ્રિય સમાજ છે. શાંતિપ્રિય સમાજ માટે સંસદમાં જૈન સમાજના યુવાનો માટે અભદ્ર શબ્દો વાપરવામાં આવતાં સમસ્ત વિશ્વમાં વસતાં જૈન સમાજની ભાવનાઓ, વિચારો, ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેઓના જૈન સમાજ વિશેના વિચારો વાસ્તવિકતાથી વિપરીત છે ત્યારે ભારતની સાંસદનો ઉપયોગ દેશના વિકાસ માટે તથા દેશના રક્ષણ માટે કરવાનો હોય છે નહીં કે, પોતાના અંગત વિચારો કે, રાજકીય લાભ મેળવવા માટે? જૈન સમાજ માટેના અભદ્ર ભાષાને આપત્તિજનક ટિપ્પણીનો દાહોદ, ગુજરાતમાં વસતા દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી જૈનોએ ગંભીર નોંધ લીધી છે જેનો સમસ્ત જૈન સમાજ સખ્ત વિરોધ કરતાં આ મામલે દાહોદના શ્રી સીમન્ધર સ્વામી રાજેન્દ્ર જૈન ટ્રસ્ટના અગ્રણીઓ અને સમાજના લોકો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી અને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સંસદમાં બોલેલા શબ્દો માટે તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા માફી માંગે અને તેનું સભ્ય પદ રદ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: