દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા (ભુતીયા) ગામનો બનાવ : ટીબીની બીમારીથી પીડીત પરણિતાએ પતિ તથા સાસુના ત્રાસથી ગળે ફાંસો ખાધો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા (ભુતીયા) ગામે એક ટીબીની બીમારીથી પીડીત પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા સમયસર જમવાનું ન આપી મેણા, ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપી આવા અમાનુસી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ગામમાં આવેલ એક ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે બલુંપુંરા મંદિર ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય પરણિતા શકુન્તલાબેન ઉર્ફે ચકુબેન મોહનભાઈ કોળીના લગ્ન દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા (ભુતીયા) ગામે રહેતા મોહનભાઈ બુધાભાઈ કોળી સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન પરણિતા શકુન્તલાબેનને ટીબીની બીમારી થઈ હતી અને તેઓ ટીબીની બીમારીથી પીડીત હતાં. શકુન્તલાબેનના પતિ મોહનભાઈ તથા તેમના સાસુ સોનડીબેન બુધાભાઈ કોળી બંન્ને જણા અવાર નવાર પરણિતા શકુન્તલાબેનને મેણા ટોણા મારી જમવાનું આપતાં ન હોઈ અને શકુન્તલાબેનથી ઘરનું કામકાજ થતું ન હોવાને કારણે શકુન્તલાબેનને મરી જવા માટે દુષ્પ્રેરણા કરતાં તારીખ ૦૮ ફેબ્રુઆરીના રોજ શકુન્તલાબેને ગામમાં આવેલ એક ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ સંબંધે પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના ઓરવાડા ગામે બલુંપુરા મંદિર ફળિયામાં રહેતાં મનસુખભાઈ બાપુભાઈ પટેલે પોતાના જમાઈ અને વેવાઈ વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: