દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામેથી પોલીસે રૂા.૧,૬૭,૮૮૦નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૧,૬૭,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કરી જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. આ બનાવમાં પોલીસે કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા. ૦૯મી ફેબ્રુઆરીના રોજ મનોજભાઈ રમેશભાઈ ભાભોર (રહે. રણીયાર, આમણા ફળિયુ, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને બહાદુર ઉર્ફે બોદ્રો (રહે. રણીયાર ઈનામી, તા.ઝાલોદ, જિ.દાહોદ) બંન્ને જણા પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હતાં અને મઘાનીસર ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ બહાદુરભાઈ પોલીસને જાેઈ નાસી ગયો હતો અને પોલીસે મનોજભાઈને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૩૧૪ કુલ કિંમત રૂા. ૧,૬૭,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે મનોજભાઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે મનોજભાઈની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં બાબુભાઈ ભેજાભાઈ (તિલકચંદ) લબાના (રહે. છોટાડુંગરા, રાજસ્થાન) અને દાઉદભાઈ ગજાભાઈ ડામોર (રહે. મઘાનીસર, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાએ મદદગારી કરી હોવાનું જણાવતાં ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.