દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બન્યાં : દાહોદ જિલ્લામાંથી પોલીસે ચાર સ્થળોએથી રૂા. ૧.૮૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે જણાની અટકાયત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ પ્રોહીના બનેલા ચાર બનાવોમાં પોલીસે કુલ રૂા.૧,૮૨,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વ્યક્તિઓની અટક કરી એક ફોર વ્હીલર વાહન મળી કુલ બે વાહનો કબજે કર્યાંનું જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના છાયણ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૯મી ફેબ્રુઆરીના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો ભરી છાયણ ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસે તેને ઉભો રાખવા ઈશારો કરતાં મોટરસાઈલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસેથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની બોટલો નંગ. ૨૦૪ કિંમત રૂા. ૨૬,૫૨૦ ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કરી ચાકલીયા પોલીસે ફરાર મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા નગરમાં શીવનગર ફળિયામાં રહેતો અજીતભાઈ ચેનીયાભાઈ મોહનીયાના ઘરે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે અજીતભાઈની અટકાયત કરી તેના ઘરની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની બોટલો નંગ. ૨૬૪ કિંમત રૂા. ૨૬,૪૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી ગરબાડા પોલીસે અજીતભાઈ ચેનીયાભાઈ મોહનીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ દાહોદ તાલુકાના મોટીખરજ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ અર્જુનભાઈ સુરમલભાઈ પણદા (રહે.જાલત, તા.જિ.દાહોદ અને તેની સાથે બીજાે અન્ય એક ઈસમ એમ બંન્ને જણા પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મોટીખરજ ગામેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ ઉપરોક્ત બંન્ને ઈસમો પોલીસને ચકમો આપી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૫૨૮ કિંમત રૂા. ૬૭,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે લઈ ઉપરોક્ત ફરાર બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ શહેરના ગોધરા રોડ, સાંસીવાડ વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે રેખાબેન ઉદેસિંગભાઈ સિસોદીયાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરી પોલીસે રેખાબેનને ઝડપી પાડી તેના મકાનની તલાસી લેતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૪૦૯ કિંમત રૂા. ૬૨,૨૮૦નો પ્રોહી જથ્થો કબજે કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: