દાહોદ જિલ્લામાંથી પોલીસે કુલ ત્રણ સ્થળોએથી કુલ રૂા.૨.૮૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઓટો રીક્ષા સહિત ત્રણ વાહનો કબજે કર્યાં : મહિલા સહિત ત્રણની અટક કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહીના બનેલા ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂા. ૨,૮૭,૬૭૦ના વિદેશી દારૂ તેમજ બીયરના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ જણાની અટકાયત કરી જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે. પોલીસે ત્રણ બનાવોમાં એક રીક્ષા સહિત કુલ ૩ વાહનો કબજે કર્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ મુકેશભાઈ કાલીયાભાઈ મુનીયા (રહે. સાતશેરી, મેઘનગર, ઝાબુઆ, મધ્યપ્રદેશ) અને દિલીપભાઈ તુરસીંગભાઈ ડાંગી (રહે. સકનાળી ફળિયુ, કાળીગામ, તા.ઝાલોદ, જિ. દાહોદ) નાઓ બંન્ને જણા પોત પોતાની બે મોટરસાઈકલો પર વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરી હેરાફેરી કરતાં હતાં. આ દરમ્યાન કાળીગામ ખાતે દાહોદ એલ.સી.બી. પોલીસની નાકાબંધી દરમ્યાન ઉપરોક્ત બંન્ને જણાએ પોલીસને જાેઈ પોત પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી મોટરસાઈકલ પાસેથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૭૨૦ કિંમત રૂા. ૯૨,૧૬૦ના પ્રોહી જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલો કબજે લઈ ઉપરોક્ત બંન્ને ફરાર ઈસમો વિરૂધ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ વિનોદભાઈ સુરેશભાઈ સાંસી અને તેની પત્નિ બિન્દીબેન વિનોદભાઈ સાંસી (બંન્ને રહે. દાહોદ, ગોધરા રોડ, તા.જિ.દાહોદ) નાઓ પોતાના કબજાની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ઝરીખરેલી ગામે નાકાબંધીમાં ઉભેલ પોલીસે ઓટો રીક્ષાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૪૧૭ કિંમત રૂા. ૫૮,૭૧૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત દંપતિને રીક્ષા સાથે ઝડપી પાડી ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના આગાવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતો જાેગડાભાઈ માવજીભાઈ ભાભોરના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસે જાેગડાભાઈની અટકાયત કરી હતી અને તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ. ૧૦૮૦ કિંમત રૂા. ૧,૩૬,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે જાેગડાભાઈ માવજીભાઈ ભાભોર વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો નોંધી નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

