હ્યુન્ડાઈ કંપનીના વિરોધમાં દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, દાહોદ દ્વારા વિરોધ દર્શાવ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
હ્યુન્ડાઈ કંપનીના ટ્વીટર એકાઉન્ટ ઉપર પાકિસ્તાનને સપોર્ટ કરતી પોસ્ટને પગલે દાહોદના હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે જેને પગલે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ અને બજરંગ દળ, દાહોદ દ્વારા ભારે વિરોધ દર્શાવી હ્યુન્ડાઈ કંપની વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
તાજેતરમાં હ્યુન્ડાઈ કંપનીના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર પાકિસ્તાનના સમર્થન કરતી પોસ્ટ મુકવામાં આવી હતી. પાંચ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં કાશ્મિરી એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે હ્યુન્ડાઈ કંપની દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ માધ્યમથી અલગાવાદીઓનું સમર્થન કરતી પોસ્ટ કરી હતી. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૨૧માં પાકિસ્તાનમાં ૮ હજાર કારનું વેચાણ અને ભારમાં ૮.૫૦ લાખનું વેચાણ થયું હતું ત્યારે ભારતના બજારમાં હ્યુન્ડાઈ કંપની વેચાણ કરી કમાણી કરી રહી છે ત્યારે પાકિસ્તાનના સપોર્ટમાં પોસ્ટ મુકતાં દાહોદના દિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો જેને પગલે આજરોજ હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા દાહોદના હ્યુન્ડાઈ કંપનીના શો – રૂમ ખાતે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને ચેતવણી પણ આપી હતી કે, ભવિષ્યમાં જાે આવા પ્રકારનું હ્યુન્ડાઈ કંપની કૃત્ય કરશે તો તેઓની કંપનીના વાહનોથી દાહોદમાં કચરો ઉઠાવવાનું કામ કરશે સાથેજ હ્યુન્ડાઈ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી પણ કરવામાં આવી હતી.

