દાહોદ એસ.ઓ.જી. પોલીસે ઝાલોદ તાલુકાના વરોડ ગામેથી રૂા.૨,૯૨,૬૦૦ના ગાંજા છોડ તેમજ સુકા ગાંજા સાથે બે જણાની અટકાયત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.13

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે દાહોદ એસ.ઓ.જી પોલીસે ગામમાં રહેતા ત્રણ ઈસમોના ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ. 173 કિંમત રૂપિયા 2,68,600 તેમજ સુકો ગાંજો કિંમત રૂપિયા 24,000 એમ કુલ મળી 2,92,600ના જથ્થા સાથે ત્રણ ઈસમો પૈકી બેની અટકાયત કરી જ્યારે એક ઈસમ ઘરે મળી આવ્યો ન હતો. પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ દાહોદ એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે વરોડ ગામે સુરપડી ફળિયામાં રહેતા સુરેશભાઈ વાલાભાઈ નીનામા, અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મકવાણા અને ઘરે હાજર નહીં મળી આવેલ મગનભાઈ વીરાભાઇ ડામોર આ ત્રણે ઈસમો દ્વારા પોતપોતાના ખેતરોમાં ગેરકાયદેસર વાવેતર કરી ઉછેર કરેલ ગાંજાના છોડ નંગ.173 જેનું કુલ વજન 26 કિલો ૮૬૦ ગ્રામ કુલ કિંમત રૂપિયા 2,68,600 ના મુદ્દામાલ સાથે સુરેશભાઈ અને અરવિંદભાઈને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે મગનભાઈના ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. પોલીસે ગાંજાના છોડ ઉપરાંત સુકો ગાંજો 2 કિલો 400 ગ્રામ કિંમત રૂપિયા 24,000, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, જન્મ મરણના પ્રમાણપત્રો વિગેરેની ઝેરોક્ષ પણ કબજે કરી કુલ રૂપિયા 2,92,600નો મુદ્દામાલ કબજે કરી દાહોદ એસ.ઓ.જી પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: