દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે પોલીસનો સપાટો : એક રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી હાથ બનાવટના તંમચા સાથે એકને ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટના તમંચો તેમજ કારતૂસ નંગ એક એમ કુલ મળી રૂપિયા ૫,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે. ગત તારીખ ૧૩મી ફેબ્રુઆરીના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે, ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે ખેડા ફળિયામાં રહેતા મકાભાઇ ભુરજીભાઈ મેડાના મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારી તેના મકાનની તલાસી હાથ ધરતા ઘરની પાસે આંગણામાં લાકડાના હવાડાની અંદર સંતાડી રાખેલ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના તમંચો કિંમત રૂપિયા ૫,૦૦૦ તથા ૧૨ બોરનો કારતૂસ નંગ એક કિંમત રૂપિયા ૧૦૦ એમ કુલ મળી રૂપિયા ૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ધાનપુર પોલીસે મકાભાઇ ભુરજીભાઈ મેડાને ઝડપી પાડી તેની વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.