દાહોદમાં રખડતાં પશુઓને પાંજરે પુરવાની કામગીરી પુરજાેશમાં : છેલ્લા આઠ દિવસમાં પાલિકા તંત્ર દ્વારા ૨૦ જેટલા રખડતાં પશુઓને પકડી પાડવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી જાહેર માર્ગાે ઉપર રખડતાં પશુઓનો ત્રાસ વધતાં દાહોદ નગરપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપી પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા આઠ થી દશ દિવસની અંદર શહેરમાં રખડતા અંદાજે ૨૦ થી ૨૫ રખડતાં પશુઓને પકડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ શહેરમાં જાહેર માર્ગ ઉપર ઠેર ઠેર રખડતાં પશુઓને અડીંગો જમાવ્યો હતો. જાહેર માર્ગાે ઉપર પશુઓ બેફામ બની યુધ્ધના દ્રશ્યો પણ જાેવા મળતાં હતાં. દાહોદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. જાહેર માર્ગાે ઉપર પશુઓના યુધ્ધના દ્રશ્યો સાથે સાથે દોડાદોડીમાં કેટલાંક રાહદારીઓ અને વાહન ચાલકોને રખડતાં પશુઓ અડફેટમાં લેતાં લોકો ઈજાગ્રસ્ત પણ થતાં હતાં. રખડતાં પશુઓના ત્રાસથી શહેરમાં ઉહાપોહ મચી ગયો હતો. થોડા દિવસો પહેલાજ દાહોદ શહેરમાં બે આખલાઓના જાહેર માર્ગ ઉપર યુધ્ધના દ્રશ્યો વચ્ચે આખલાએ એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટમાં પણ લીધાં હતાં. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ સફાળે જાગેલ દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પુરવા અને પશુઓના માલિકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને દાહોદ શહેરમાં રખડતાં પશુઓને પાંજરે પુરવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે દાહોદ શહેરમાં છેલ્લા આઠ થી દશ દિવસની અંદર અંદાજે ૨૦ થી ૨૫ પશુઓને પકડવામાં આવ્યાં હતાં અને આ પશુઓને પકડાયેલ પશુઓને ભાઠીવાડા ગૌશાળામાં મોકલવામાં આવ્યાં છે. જાણવા મળ્યાં અનુસાર, આ પશુઓને હાલ કોઈ તેના માલિકો છોડવવા માટે આવ્યાં નથી. માલિકી હસ્તકના પશુઓ છોડવવા માટે રૂા. ૨૫૦૦નો દંડ વસુલવાનું નક્કી કર્યાેં છે. હાલ સમગ્ર શહેરમાં અન્ય રખડતાં પશુઓને પાંજરે પુરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ પાંજરૂ ન હોવાને કારણે પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. પાંજરૂં મેળવવાની તજવીજ દાહોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

