દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે પત્નિએ પતિનું કાસળ કાઠવા પ્રેમી સહિત પાંચ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના પતિનું કાસળ કાઢવા માટે ભુવા સહિત ત્રણ જણાની મદદ લઈ પોતાના પતિની ભુવા સાથે વિધિ કરાવ્યા બાદ ડુંગરા ગામમાં લાવ્યા હતા અને બે જણાએ હાથ પકડયા અને એક જણાએ પગ પકડી અને પત્નીના પ્રેમીએ પતિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવતા ખુદ પત્નીએજ પોતાને મળી કુલ પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ પૈકી કેટલાંકને ઝડપી પાડયા હતા જ્યારે અન્યના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ફતેપુરા તાલુકાના વલુંડા ગામે રહેતા રેશમબેન રમણભાઇ બરજોડ અને ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામએ તળગામ ફળિયામાં રહેતા બોરીયાભાઈ નારસિંહભાઈ પારગી વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતો. આ પ્રેમ સંબંધની રેશમબેનના પતિ રમણભાઈ નાથાભાઈ બરજોડને થઈ જતાં બંને પતિ પત્ની એટલે કે, રેશમબેન અને રમણભાઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની વાત રેશમબહેને પોતાના પ્રેમી બોરીયાભાઈને કરી હતી અને બન્ને જણાએ રમણભાઈનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું અને પ્રેમી પંખીડાએ પૂર્વયોજિત કાવતરું રચી બોરીયાભાઈએ આ બાબતે પોતાના ગામમાં રહેતા ચીમનભાઈ સવજીભાઈ બારીયાને વાત કરી હતી અને રેશમબેન, બોરીયાભાઈ અને ચીમનભાઈએ રમણભાઈને વિશ્વાસમાં લઇ રાજસ્થાન માટે લઈ ગયા હતા ત્યાં રાજસ્થાનના એક ભુવાના ત્યાં રમણભાઈને લઇ ગયા બાદ ભુવાના કહ્યા મુજબ રમણભાઈની વિધિ કરવાની છે તેમ કહી ડુંગરા ગામે રહેતા રાકેશભાઈ ભીમાભાઇ દામાના ઘરે રમણભાઈને લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં રમણભાઈને જમીન ઉપર સુવડાવી દઈશ તેમની ઉપર ચાદર ઓઢાડી દીધી હતી અને રેશમબેન તેમજ ચીમનભાઈએ રમણભાઈના બન્ને હાથ પકડી રાખ્યા હતા અને રાકેશભાઈએ રમણભાઈના પગ પકડી રાખ્યા હતા ત્યારે એકાએક રેશમબેનના પ્રેમી બોરીયાભાઈએ રમણભાઈનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પુરાવાના નાશ કરવા માટે મૃતક રમણભાઈના મૃતદેહને પીપલારા નદીના પુલ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં મૃતક રમણભાઈની પત્ની રેશ્માબેન ઉપર પોલીસને શંકા જતાં તેની સઘન પૂછપરછમાં ઉપરોક્ત ઘટનાના રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો અને ખુદ આ મામલે આરોપી રેશમબેન રમણભાઈ બરજોડ દ્વારા પોતાની વિરુદ્ધ તેમજ પોતાના પ્રેમી બોરીયાભાઈ અને કાવતરામાં સામેલ ચીમનભાઈ, રાકેશભાઈ અને રાજસ્થાનનો એક મળી કુલ પાંચ ઈસમો વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર અન્ય આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: