દાહોદ શહેરમાં એ.આર.ટી.ઓ અને સ્થાનીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯

દાહોદ શહેરના ભરપોડા સર્કલ પાસે એ.આર.ટી.ઓ., એસ.ટી. વિભાગ તેમજ શહેર પોલીસનાં સંયુક્ત ઉપક્રમે વાહન ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સહિત વાહનોની ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

દાહોદના એ.આર.ટી.ઓ. વિભાગ, એસટી વિભાગ અને શહેર ટ્રાફીક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરપોડા સર્કલ પાસે વાહન ચેકીંગ યોજવામાં આવી હતી જેમાં ટુ વહીલર, થ્રી વહીલર અને ફોર વહીલર પેસેન્જર તેમજ ગુડ્‌સ વાહનોની ચેકીંગ હાથ ધરવામાં આવી હતી જેમાં સપ્તાહમાં લેન્ડ સ્ટેન્ડ ઓપરેશન હાથ ધરી વાહન ચાલકો પાસેથી વાહનોનું રજીસ્ટ્રેશન વીમો, પીયુસી અને લાઇસન્સ જેવા ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલાંક વાહન ચાલકો પાસેથી વાહનોના ડોક્યુમેન્ટ મળી ન આવતાં તેમને સ્થળ દંડ તેમજ મેમો આપી દંડીત કરવામાં આવ્યાં હતાં. સવારથીજ ચાલી રહેલી સંયુક્ત ચેકીંગની ટીમે અંદાજીત ૫૦ થી વધુ વાહનોને રોકી તેમના વાહનોના કાગળોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે એક બાજુ પોલીસ આરટીઓ અને એસટી વિભાગની સંયુક્ત વાહન ચેકીંગની ઝુંબેશ ચાલી રહી હતી તેવા સમયે કેટલાંક વાહન ચાલકો પોતાના વાહનોને યું ટર્ન આપી ગાડીઓ ફેરવી ભાગતાં પણ જાેવા મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!