દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બોગસ પ્રમાણ પત્રને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લામાં બોગસ પ્રમાણપત્રને લઈ દાહોદના આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે જેને પગલે આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચારો પોકારી હાથમાં વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાંવ્યો હતો.

દાહોદ જિલ્લો મોટા ભાગે ટ્રાયબલ જિલ્લાથી ઘેરાયેલો છે અને મોટી માત્રામાં આદિવાસી પરિવારો દાહોદ જિલ્લામાં વસવાટ કરી રહ્યાં છે તેમાંય પાંચ ધારાસભ્યો એસટી અનામત બેઠક ઉપર ચુંટાયેલા હોવા છતાંય આદિવાસી સમાજને અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા હાથમાં વિવિધ બેનરો લઈ ભારે સુત્રોચ્ચારો પોકાર્યાં હતાં અને બોગસ પ્રમાણપત્રો રદ કરવા, ૭૩એએ નો કાયદામાં સુધારો મંજુર નથી વિગેરે વિવિધ પ્રશ્નો સંબંધી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!