દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે રૂા.૪૩.૨૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રેઈલર ઝડપી પાડ્યું : કુલ રૂા. ૫૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે નાકાબંધી દરમ્યાન એક ટ્રેઈલર ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં કુલ રૂા. ૪૩,૨૯,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે ટ્રેઈલરની કિંમત મળી કુલ રૂા. ૫૩,૩૪,૬૦૦ના જંગી મુદ્દામાલ સાથે પ્રોહી જથ્થો કબજે કરી ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મોટુ ટ્રેઈલર ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રેઈલર નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લીધું હતું અને ટ્રેઈલરના ચાલક સુરતા રામ દિપા રામ જાટ (રહે. તા. શેરગઢ, જિ.જાેધપુર, રાજસ્થાન) ની અટકાયત કરી હતી જ્યારે વોન્ટેડ એવો સુનિલ રામ ભીખા રામ જાટ (રહે. તા.જિ. નાગૌર, રાજસ્થાન) તથા વિદએશી દારૂ મંગાવનાર ઈસમ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ટ્રેઈલરના કન્ટેઈનરમાં તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રેઈલરના બે કન્ટેઈનરમાં વિદેશી દારૂની પેટીઓ ૭૦૧ જેમાં કુલ બોટલો નંગ. ૮,૪૧૨ કિંમત રૂા. ૪૩,૨૯,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી પોલીસે ટ્રેઈલરની કિંમત મળી કુલ રૂા. ૫૩,૩૪,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. આ સંબંદે દાહોદ એલ.સી.બી. પોલીસે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોક્સ ઃ- દાહોદ એલ.સી.બી. પોલીસે જ્યારે વિદેશી દારૂનું ટ્રેઈલર ઝડપી પાડ્યું ત્યારે આ ટ્રેઈલરમાં બે મોટા કન્ટેઈનર હતાં અને બંન્ને કન્ટેઈનરના દરવાજા અંદરથી વેલ્ડીંગથી લોક મારી દેવામાં આવ્યાં હતાં. પોલીસે દરવાજાે ખોલવાની ભારે જહેમત કરી હતી પરંતુ દરવાજાે ખુલ્યો ન હતો અને આખરે વેલ્ડરને બોલાવી દરવાજાે વેલ્ડીંગમાંથી તોડી બંન્ને કન્ટેઈનરને કલાકોની ભારે જહેમત બાદ ખોલ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રેઈલરમાં એક ચોર ખાનું પણ હતું અને તેમાં પણ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!