દાહોદ રેલ્વે સ્ટેશનના સફાઈ કામદારો પગાર મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતર્યાં : રેલ્વે પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે સફાઈ કરતાં કામદારો છેલ્લા ત્રણ દિવસથી પોતાના પગાર વધારા અને પીએફ મામલે કામકાજથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી ગયાં છે. આજરોજ અંદાજે ૨૫ જેટલા સફાઈ કામદારોએ રેલ્વે સ્ટેશન વિસ્તાર ખાતે પહોંચી સંબંધીત અધિકારીઓને પોતાના પ્રશ્નો બાબતે રજુઆત કરવા ગયાં હતાં જ્યાં રેલ્વેના સંબંધિત અધિકારીઓએ દ્વારા સફાઈ કામદારોના પ્રશ્નોની વાચા આપવાને બદલે આંખ આડા કાન કરતાં સફાઈ કામદારોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. સફાઈ કામદારોના જણાવ્યાં અનુસાર, પોતાના પગાર સંબંધિ પ્રશ્નોનું જ્યાર સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાર સુધી અચોક્કસ મુદની હડતાળ જારી રહેશે. રેલ્વેના સફાઈ કામદારોની હડતાળને પગલે રેલ્વે સ્ટેશન પરિસર સહિત સમગ્ર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અસહ્ય ગંદકી તેમજ કચરાએ સામ્રાજ્ય જમાવી રાખ્યું છે.
દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારના પરિસર સહિત સમગ્ર રેલ્વે સ્ટેશન ખાતે છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય ગંદકી તેમજ કચરામો જમાવડો જાેવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જાેવા મળી રહી છે. રેલ્વે સ્ટેશને આવતાં મુસાફરો આ ગંદકીને કારણે હેરાન પરેશાન પણ થઈ રહ્યાં છે. કચરો અને ગંદકીની સાફ સફાઈ ન થવાનું મુખ્ય કારણ રેલ્વેના સફાઈ કામદારો છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતરી જવાનું છે. આજરોજ રેલ્વેના સફાઈ કામદારો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ગયાં હતાં જ્યાં પોતાના પગાર સંબંધી રજુઆતો સંબંધિત રેલ્વે અધિકારીઓને કરવા ગયાં હતાં પરંતુ રેલ્વે અધિકારીઓ દ્વારા તેઓને કોઈ આશ્વાસન ભર્યાે જવાબ ન અપાતા રેલ્વેના સફાઈ કામદારોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. અંદાજે ૨૫ જેટલા સફાઈ કામદારોના જણાવ્યાં અનુસાર, અગાઉ પણ પગાર સંબંધિ મામલે પોતાને હડતાળ ઉપર ઉતરવાની ફરજ પડી હતી. સફાઈ કામદારોની માંગણી એ છે કે, સાત હજાર પગાર અને બારસો રૂપીયા પીએફ આપવામાં આવશે તોજ ફરી કામકાજ ઉપર જાેડાઈશું, તેવી સફાઈ કામદારો દ્વારા માંગણી કરવામાં આવી છે. વધુમાં તેઓના જણાવ્યાં અનુસાર, પગાર રાબેતા મુજબ થતો નથી માટે પગાર રાબેતા મુજબ થાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. પગાર નિયમીત ન થવાને કારણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલી બની રહે છે. કોન્ટ્રાક્ટ અને રેલ્વે તંત્રના અધિકારીઓ પોતાની રજુઆતો સાંભળતા નથી હોવાના સફાઈ કામદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સફાઈ કામદારોના પ્રશ્નો મામલે ન તો રેલ્વેના કોઈ સંબંધિત અધિકારીઓ બોલવા સુધ્ધા તૈયાર થતાં નથી અને સફાઈ કામદારના કોન્ટ્રાક્ટર પણ દેખાતાં નથી. દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સફાઈ કામદારોના પડતર પ્રશ્નો મામલે સફાઈ કોન્ટ્રાક્ટર અને રેલ્વે અધિકારીઓ દ્વારા હાથ અધ્ધર કરી દીધાં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલે સફાઈ કામદારોના પગાર સંબંધિત પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન પરિસર અને સમગ્ર રેલ્વે સ્ટેશન વિસ્તાર ખાતે હાલ ગંદકી અને કચરાએ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખ્યું છે. પશુઓના મળમુત્ર સહિત સંડાસ, બાથરૂમમાં પણ અસહ્ય ગંદકી ફેલાઈ જવા પામી છે. પ્લેટફોર્મ સહિત રેલ્વે સ્ટેશન વિસ્તાર ખાતે કચરો પણ અસહ્ય જાેવા મળી રહ્યો છે.

