દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું : દાહોદમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ અન્ય સ્થળે ખસેડાય અથવા સમયમાં ફેરફાર કરવા રજુઆત કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દાહોદ ખાતે આવનાર છે અને દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાથે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને પગલે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેમજ સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી રજુઆત દાહોદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. કારણ કે, હાલ કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોઈ અને વિદ્યાર્થીઓના ભાવી ઉપર અસર પડે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું હતું.
તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવનાર છે. દાહોદ શહેરમાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી તેઓના હસ્તે ગરીબ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો વિરોધ દર્શાવી દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, કોરોના કાળ દરમ્યાન કેટલાંય સમયથી શાળાઓ અને કોલેજાે બંધ હતી. હાલમાં માંડ માંડ શરૂં થઈ છે ત્યારે દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ઉપર મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાનાર છે તે કોલેજમાં હાલ સેમેસ્ટર - ૧ ની પરીક્ષા ચાલતી હોઈ આ કાર્યક્રમના પગલે વિદ્યાર્થીઓના ભાવિ ઉપર સિધ્ધિ અસર થશે અને જેને પગલે આ કાર્યક્રમ અન્ય સ્થળ અથવા સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના જણાવ્યાં અનુસાર,આ કાર્યક્રમને અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા તો સમયમાં ફેરફાર કરવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં છે અને જાે આમ કરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરશેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

