ઝાલોદ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના જમીનના હક માટે નેશનલ કોરિડોર માટેનો વિરોધ કરાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૨
આજરોજ દિલ્હી થી મુંબઇ નેશનલ કોરિડોર હાઇવે ના ઝાલોદ તાલુકા ના ૧૪ અસરગ્રસ્ત ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો દદ્વારા છેલ્લા ચાર વર્ષ થી આ હાઇવે માં જમીન સંપાદન બાબતે વિરોધ કરવા માં આવી રહેલ છે અને છેલ્લા ચાર વર્ષ થી ગરીબ ખેડૂતો પોતાના બાળકોના ભવિષ્ય ની ચિંતા કરિ હાઇકોર્ટ માં લડી રહયા છે.પણ કેન્દ્ર ની સરકાર આદિવાસી ખેડૂતો ને જમીન વિહોણા કરિ સસ્તા ભાવે જમીન પડાવી લેવા લોભ લાલચ અને સતાનો દુર ઉપયોગ કરિ ખેડૂતો ને હેરાન કરી નોટિસો આપી વળતર સ્વીકારી લેવા ધતિંગ કરવા માં આવી રહેલ છે ત્યારે આજે ૧૪ ગામો જેવાકે.ચાટકા.છાયણ .ગુલતોરા .ટાઢાગોળા .દાંતિયા.ધારાડુંગર .પાવડી.વસ્તી .ડગેરીયા .મોટિહાંડિ.બિલવાણી…..આંબા ..સુથારવાસા .મુણધા.ના ૪૨૦.સરવે નંબરો માં વસેલા ૨૫૦૦ પરિવારો અને ૧૫.૦૦૦ લોકો અસરગ્રસ્ત બનનાર છે.અને તેમાં ૧૦ તાલુકા પંચાયતો અને ૩ જિલ્લા પંચાયતો અને ૧૧ ગ્રામ પંચાયતો આવેલ છે .અને અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતો ના હાઇકોર્ટ ના વકિલ આંનદભાઇ યાગનિક સાહેબ આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો ની મુલાકાતે આવેલ હતા જયાં ખેડૂતો એ રોશ ઠાલવયો હતો કે સરકાર જયાં સુધી હાઇકોર્ટ માં હાલ અમારો કેસ ચાલુ છે ત્યાં સુધી કોઇ અમારી જમીનમાં પ્રવેશ ન કરે અને દબાણ કરી જમીન પડાવી લેવી હોય તો જમીન ના બદલે જમીન અને બજાર (માર્કેટ) ના ભાવે ચાર ગણુ વળતર અને અસરગ્રસ્ત પરીવારના એક સભ્ય ને કાયમી નોકરી આપવા માં આવે નહિતો અમો અમારી જમીન માટે મારવા અને મરવા માટે પણ ડરિશુ નહી ની ચિમકી ઉચ્ચારી હતી.
આ મીટીંગ અંતર્ગત ખેડૂતો ના વકિલ આંનદભાઇ યાગનિક તથા ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી .તેમજ ૧૩૦.ઝાલોદ ના માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા તેમજ દાહોદ જિલ્લા એસ.ટી.સેલ પ્રમુખ મુકેશભાઇ ડામોર સહિત ૧૪ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદાર ભાઇ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહેલ હતા.