દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યાં : રૂા. ૧૮૪૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમતાં ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂા. ૧૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ દુધીયા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અનીલભાઈ મડીયાભાઈ પીઠાયા, રમેશભાઈ કેશવભાઈ પીઠાયા અને રાજુભાઈ બાબુભાઈ જાટવા (ત્રણેય રહે. દુધીયા, તા. લીમખેડા, જિ.દાહોદ) નાઓ પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યાં હતાં. બાતમી મળતાંની સાથે લીમખેડા પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો મારી ઉપરોક્ત ત્રણેય જણાની ઝડપી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂપીયા ૧૮૪૦ની રોકડ રકમ કબજે લઈ લીમખેડા પોલીસે ત્રણેય જણા વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

