નવા મોટર વાહન અધિનિયમોનો નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમ દાહોદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત બનાવવા બેઠક યોજાઇ
દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
દાહોદ જિલ્લામાં નવા મોટર વાહન અધિનિયમોનો ચુસ્ત અમલ કરવામાં આવશે
૧૭ સપ્ટેમ્બરે નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજવામાં આવશે
૧૧ સપ્ટેમ્બર થી ૨૭ ઓકટોબર સુધી યોજાનારા સ્વચ્છતા હી સેવા માસ કોમ્યુનિકેશન કેમ્પેન અંતર્ગત દાહોદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાશે
દાહોદ, શનીવાર: કલેકટર શ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ કામગીરીના આયોજન સંદર્ભમાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ૧૬ સપ્ટેમ્બરથી લાગુ પડતા નવા મોટર વાહન અધિનિયમોના કાયદાનો અમલ ચુસ્તરીતે કરાવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ કાયદા માટે સરકારશ્રીના ઉમદા હેતુને સમજાવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં પરીજનને ગુમાવનાર કુંટુંબ પર અચાનક આવી પડતી વિકટ પરિસ્થિતિઓથી બચવા માટે આ કાયદાને કડક બનાવવામાં આવ્યો છે. ઉપસ્થિત અધિકારીઓ-કર્મચારીઓને તેમણે નવા વાહન અધિનિયમોની સમજ આપી હતી. સરકારી ડ્રાઇવરોને નવા નિયમોની સજગતા માટે તાલીમ શિબિરનું આયોજન કરવા માટે પણ આર.ટી.ઓ. વિભાગને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં ૧૭ સપ્ટેમ્બરે નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિવિધ કામગીરીની વિગતે ચર્ચા અને જવાબદારીની ફાળવણી બેઠકમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત ૧૧ સપ્ટેમ્બર થી ૨૭ ઓકટોબર સુધી યોજાનારા સ્વચ્છતા હી સેવા માસ કોમ્યુનિકેશન કેમ્પેનના આયોજન વિશે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ દાહોદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત કરવા માટેનું અભિયાન પણ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવા જણાવ્યું હતું. આ માટે જનજાગ્રૃતિ અને જનભાગીદારી ખૂબ જરૂરી હોય વધુમાં વધુ લોકોને જોડવા જણાવ્યુ હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.જે.દવે, પ્રાંન્ત અધિકારી શ્રી તેજશ દવે ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.