દેવગઢ બારીઆ તાલુકાના પંચાયતનો આસિસ્ટન્ટ ટેકનિશન રૂા. ૪૫૦૦ની લાંચ લેતાં ઝડપાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
એક જાગૃત નાગરિક પાસેથી દેવગઢ બારીઆ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતો હસમુખ કોળીએ જાગૃત નાગરિકનું કામ કાઢી આપવા માટે રૂા. ૪૫૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને મહીસાગરની એસીબી પોલીસે દેવગઢ બારીઆ તાલુકા પંચાયતમાં આજરોજ છટકું ગોઠવતાં આસિસ્ટન્ટ ટેકનીકલ હસમુખ કોળી જાગૃત નાગરિક પાસેથી રૂા. ૪૫૦૦ની લાંચ લેતાં મહીસાગર એસીબી પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ જતાં સમગ્ર દેવગઢ બારીઆ તાલુકા પંચાયત આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, હસમુખ કોળીને દેવગઢ બારીઆ તાલુકા પંચાયત કચેરીમાંથી સર્કિટ હાઉસ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: