દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે ૦૪ વર્ષીય બાળકી સાથે શારિરીક છેડછાડ કરતો ઈસમ : પોલીસમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે એક ઈસમે એક ૦૪ વર્ષીય બાળાને બોર અપાવવાની લાલચ આપી લઈ જઈ બાળાને લાપટો ઝાપટો મારી શારિરીક અડપગલાં કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગરબાડા તાલુકાના જેસાવાડા નીચવાસ ગામે રહેતો અને મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રહેતો શીવરાજભાઈ અમરસિંહ અજનારે ગત તા.૨મી ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૦૪ વર્ષીય બાળાને પટાવી ફોસલાવી, બોર અપાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો અને બાળાને લાપટો ઝાપટો મારી, બાળા સાથે શારિરીક છેડછાડ કરતાં બાળા શીવરાભાઈના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે પહોંચી હતી અને જ્યાં આ ઘટનાની જાણ પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ સંબંધે ૦૪ વર્ષીય બાળાના પિતા દ્વારા શિવરાભાઈ અમરસિંહ અજનાર વિરૂધ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

