દાહોદ જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ દ્વારા આઈ.જે.યુ. સંચાલિત દાહોદ જિલ્લા કમીટીની રચના કરવામાં આવી
દાહોદ તા.૦૧
ભારતીય પત્રકાર સંઘ સંચાલિત દાહોદ જિલ્લા માટે આજરોજ કમીટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કમીટીમાં દાહોદ જિલ્લા પ્રમુખ સહિત ૧૧ વ્યક્તિઓની નિમણુંક કરાંતાં સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લા પત્રકાર જગતમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ દ્વારા આઈ.જે.યુ. સંચાલિત દાહોદ જિલ્લા કમિટીની આજરોજ રચના કરવામાં આવી હતી જેમાં દાહોદના ર્ડા. ભાવેશ રાઠોડને દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતાં સમસ્ત પત્રકારોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. પીન્ટુ પંચાલને જિલ્લા ઉપ પ્રમુખ, રાજેશ વસાવેને મહામંત્રી, પુનમ નિનામાને મંત્રી, સુભાષ એલાણીને ખજાનચી, નઈમ મુંડાને શહેર ઉપ પ્રમુખ, કેતન ભટ્ટ, દીપેશ દોશી, કિંચીત દેસાઈ, સાજીદ મલેક અને અનિલસિંહ જાદવને કારોબારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

