દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામેથી એક સાથે એકજ રાત્રીમાં બે ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી થતાં ચકચાર મચી
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એકસાથે બે ક્રુઝર ફોર વ્હીલર ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા. ૧૫મી ફેબ્રુઆરીના રોજ ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખેડા ફળિયામાં રહેતાં મિનેશભાઈ કમજીભાઈ રાવળની તથા અનીલભાઈ જેસીંગભાઈ ડામોરની ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ બંન્ને ક્રુઝર ફોર વ્હીલર ગાડી રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમો પોતાનો કસબ અજમાવી બંન્ને ક્રુઝર ફોર વ્હીલર ગાડીઓના લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે મિનેશભાઈ કમજીભાઈ રાવળે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.