છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ગામનો છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતાં આરોપીને દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.6
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામે ધાડ લૂંટના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા પાંચ વર્ષથી નાસતા – ફરતા આરોપીને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર બજારમાંથી આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હોવાનું જાણવા મળે છે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ લૂંટના ગુન્હામાં સંડોવાયેલી અને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી એવો મુકેશભાઈ ભીમલાભાઈ મોહનીયા (રહે.નાનીમલુ, તા.ધાનપુર જિ. દાહોદ) નો ધાનપુર બજારમાં આવેલ હોવાની બાતમી ધાનપુર પોલીસને મળી હતી જે બાતમીના આધારે ધાનપુર પોલીસે ધાનપુર બજારમાં કોમ્બિંગ કરી આરોપીને મુકેશભાઈને ઝડપી પાડયો હતો. સમગ્ર મામલે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.