દાહોદ તાલુકામાંથી એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી મળી બે વાહનોની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકામાંથી બે જુદી જુદી જગ્યાએથી એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી મળી બે વાહનોની ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે જેને પગલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાહન ચોરીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના નસીરપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૨મી જાન્યુઆરીના રોજ નસીરપુર ગામે કાર્ટેજ ફળિયામાં રહેતાં ચંદ્રેશભાઈ ભવાનભાઈ માવીએ પોતાના ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. ક્રુઝર ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ચંદ્રેશભાઈ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરીનો બીજાે બનાવ દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે ધ્રુમિલ પાર્ક સોસાયટી ખાતે રહેતાં મનોજકુમાર રમેશચંદ્ર ગૃરૂનાણી દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ખાતે કોઈ કામ અર્થે ગયાં હતાં અને પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સવારના ૧૧ વાગ્યાના આસપાસ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મનોજકુમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.