દાહોદના આલમ ખાને શુટર રાયફલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

દાહોદ તા.૦૮
અમદાવાદ ખાતે યોજાયેલ ૩ જી કે જી પ્રભુ મેમોરીયલ એર રાઇફલ / પિસ્તોલ શૂટીંગ ચેમ્પિયંશિપ -૨૦૨૨માં દાહોદ રાઇફલ ક્લબના કોચ આલમ ખાન ના માર્ગદર્શન હેઠળ ક્લબના શૂટર યથાર્થ જૈન એ ૧૦ મીટર એર રાયફલમાં શૂટીંગમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે , અને ૧૦ મીટર પિસ્તોલ શૂટીંગમા આદિત જૈન એ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જે બદલ દાહોદ રાઇફલ ક્લબ વતી શૂટરો અને તેમના પરીવારને ખુબ – ખુબ અભીનંદન સાથે આવનાર સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
