દાહોદ જિલ્લા પંચાલ સમાજની જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ઝાલોદની ટીમ વિજેતા બની
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૮
દાહોદ જિલ્લા પંચાલ સમાજની જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ દાહોદ સી ટી ગ્રાઉન્ડ ખાતે 2 માર્ચ થી શરૂ થઈ હતી જેમાં પ્રથમ આઠ ઝોન વચ્ચે રમ્યા બાદ સેમી ફાઇનલ અને તારીખ ૫મી માર્ચની રાત્રે ૯-૦૦ કલાકે ઝાલોદ અને લીમખેડા વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ઝાલોદ ની ટિમ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરીને ૧૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવ્યા હતા .તો લીમખેડા ની ટિમ દ્વારા પણ છેવટ સુધી ફાઈટ આપી ને ૧૨ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા .જેથી ઝાલોદ ઇલેવન નો ૩૯ રન થી વિજય થયો હતો ,ઝાલોદ ટીમના કોચ સમીર પંચાલ ના માર્ગદર્શન હેઠળ કેપ્ટન ઉપેન્દ્ર પંચાલ ની આગેવાની માં ઝાલોદ ઇલેવન ની ટીમે ૧૦૦કરતા વધુ રન બનાવીને સુંદર પ્રદશન કર્યું હોઈ ઝાલોદ ઇલેવન પ્રેક્ષકો માટે પણ હોટ ફેવરિટ ટિમ બની ગઈ હતી .મેન ઓફ ધ મેચ તરીકે સાર્થક મયંક પંચાલ રહ્યો હતો જ્યારે સમગ્ર પ્રતિયોગીતા માં બેસ્ટ ઓફ સિરીઝ અને બેસ્ટ ઓફ બેસ્ટમેન તરીકે લીમખેડા ટીમના રુચિર પંચાલ અને બેસ્ટ બોલર તરીકે દિનેશ પંચાલ તો હેટ્રિક ફોર નું ખાસ પારિતોષિક ઝાલોદ ટીમના મિહિર પંચાલ ને મળ્યું હતું .
પ્રતિયોગીતા ના મુખ્ય દાતા તરીકે ઝાલોદ અનિલકુમાર આર પંચાલ (જય અંબે પરિવાર) અને દાહોદ ન.પા ના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ સમારંભ માં વિજેતા અને ઉપવિજેતા ટીમોને શિલ્ડ અર્પણ કર્યા હતા તો આયોજક જિલ્લા પંચાલ યુવા સંગઠન તરફથી પ્રતિયોગીતા માં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા .સમગ્ર ટુર્નામેન્ટમાં ઝાલોદ પંચાલ સમાજ યુવક મંડળ ,મહિલા મંડળ ,મંદિર સમિતિ ,સ્ટાર યાર કીટી ગ્રુપની બહેનો એ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવીને ટિમ ઝાલોદ પંચાલ આકર્ષણ નું કેન્દ્ર બની રહી હતી ….દાહોદ જિલ્લા યુવા સંગઠન ના પ્રમુખ દીનેશકુમાર પંચાલના માર્ગદર્શન હેઠળ તેમની ટિમ દ્વારા સમગ્ર આયોજન ને સફળ બનાવવા માં ખૂબ જ મહેનત કરી હતી જેને દાહોદ જિલ્લા પંચાલ સમાજના સૌ અગ્રણીઓએ વધાવી ને અભિનંદન પાઠવ્યા હતા ..અંતમાં સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગી બનેલા સૌ કોઈનો આભાર માની ને યુવા સંગઠન ના મહામંત્રી દેવેન્દ્ર પંચાલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું .મોડી રાત્રે ૧૨-૦૦ કલાકે ટિમ ઝાલોદ એ આતશબાજી અને ઇષ્ટદેવ વિશ્વકર્માજી ના જયકાર સાથે ખેલેગા પંચાલ ખીલેગા પંચાલ ના સૂત્ર સાથે વિજયોત્સવ મનાવ્યો હતો . આજની ફાઇનલ મેચ જોવા માટે ઝાલોદ માંથી મોટી સંખ્યામાં સહપરિવાર દાહોદ જઈને ટીમને પ્રોત્સાહિત કરી હતી .તો સમગ્ર ટુર્નામેન્ટ માં ટિમ ઝાલોદ સુંદર દેખાવ કર્યો હતો..

