દાહોદ શહેરમાં ટ્રાફિક વધતાં ટ્રાફિક પોલીસ દ્વારા આધેડધ પાર્ક કરાતાં વાહનોને ટોઈંગ કરવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાં હાલ જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે, શહેરમાં હાલ ઠેર ઠેર સ્માર્ટ સીટી અંતર્ગત પાઈપ લાઈન નાંધવાની કામગીરી ચાલી રહી છે જેને પગલે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ હોળી, ધુળેટી જેવા તહેવારોમાં શહેરમાં વધુ પડતા ટ્રાફિક જામના દ્રશ્યોને કારણે એક્શનમાં આવેલ દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવતાં ટુ વ્હીલર વાહનોને ટોઈંગ કરી વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યાં છે.
દાહોદ શહેરના પડાવ રોડથી લઈ સ્ટેશન રોડ સુધી સ્માર્ટ સીટી અંતર્ગત પાઈપ લાઈન તેમજ અન્ય વિગેરે કામગીરી અંતર્ગત ખોદકામ ચાલી રહ્યાં છે બીજી તરફ હાલ હોળી અને ધુળેટી જેવા તહેવારોને લઈ દાહોદ જિલ્લાની આસપાસના ગ્રામીણ લોકો ખરીદી સહિત અન્ય કામકાજ માટે પણ શહેરમાં આવતાં જતાં હોય છે અને જેને પગલે શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે અને જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે બીજી તરફ ઘણા વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક પણ કરી દેતાં હોય છે જેને પગલે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે ત્યારે ટ્રાફિકનું ભારણ ઓછુ કરવાના આશયે દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ શહેરમાં આડેધડ પાર્ક કરવામાં આવેલ ટુ વ્હીલર વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યાં છે અને વાહન ચાલકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસની કામગીરીને પગલે વાહન ચાલકોમાં ફફડાટ પણ જાેવા મળ્યો હતો.