ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળાનાં બાળકો રાજ્ય કક્ષાએ ઝળક્યા

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૯

આઝાદી નાં અમૃતમહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી નાં સંયુક્ત ઉપક્રમે રાજયકક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટ- 2022 નડિયાદ મુકામે યોજાઈ હતી.જેમાં ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી અરવિંદભાઈ ચારેલનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં બાળકો
(1) મુનિયા પુજાબેન રાકેશભાઈ અને
(2) મુનિયા નિકુંજકુમાર રાકેશભાઈ
અનુક્રમે 100 મીટર દોડ અને 400 મીટર દોડ ની દિલ ધડક ફાઈનલમાં વિજેતા જાહેર થયા હતા.રાજ્યકક્ષાની ફાઈનલમાં વિજેતા થવા બદલ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર નાં કુલપતિ શ્રી એ અભિનંદન પાઠવી તેમનાં હસ્તે મેડલ, વિજેતા પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
આમ, સમગ્ર રાજ્યમાં શાળા, ઝાલોદ તાલુકા અને દાહોદ જિલ્લા ને ગૌરવ અપાવવા બદલ આ બંને સગા ભાઈ-બહેનને શાળાનાં આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: