ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતના પમુખશ્રીઓ – સભ્યશ્રીઓ – સરપંચશ્રીઓ થશે સહભાગી : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરી
દાહોદ તા. ૧૧
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારૂં છે. આ મહાસંમેલનમાં ‘‘આપણું ગામ, આપણું ગૌરવ’’ વિષય અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સીધો સંવાદ સાધશે. આ મહાસંમેલનમાં સહભાગી થવા જઇ રહેલા દાહોદનાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી સહિતના અધિકારીશ્રીઓએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરી હતી.