સંજેલી તાલુકા ભાજપના મહિલા મોર્ચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની અનોખી રીતે ઉજવણી
દાહોદ તા.૧૮
સંજેલી તાલુકામાં ભાજપના મહિલા મોર્ચા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૩૭૦ જેટલી બહેનો દ્વારા નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.અને ત્યાર બાદ કરંબા સ્થિત તળાવના નવા નીરના પુજા અર્ચના કરવામાં આવી હતી.
જમ્મુ - કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૬૯મો જન્મ દિન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે દાહોદ ભાજપના મહિલા મોર્ચા દ્વારા અનોખી રીતે ઉજવ્યો હતો. આ ઉજવણીમાં કરંબાની ૩૭૦ જેટલી બહેનોએ કળશ યાત્રા કાઢી હતી. આ કળશ યાત્રા નગરમાં ફરી હતી અને ત્યાર બાદ આ કળશ યાત્રા કરંબાના તળાવે પહોંચી હતી. તળાવના નવા નીરની પુજા - અર્ચના કરવામાં આવી હતી અને વધામણા કર્યા હતા.