વિશ્વકર્મા મંદિર ખાતે મહિલાઓએ આમળી અગિયારસની ઉજવણી કરી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૪

ફાગણ ની ફોરમ ,ફૂલોની સોડમ
રંગોની સાથે ભજનો ની રમઝટ જમાવી
ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે પંચાલ મહિલા મંડળ ઝાલોદ દ્વારા આમળી અગિયારસ ની ઉજવણી નું વિશેષ આયોજન કર્યું હતું .જેમાં સમગ્ર દાહોદ જિલ્લા ના તમામ ગામના પંચાલ સમાજ ના મહિલા ભજન મંડળોને એકત્રિત કરીને ભજન સંમેલન ફાગ ભજન ગરબા અને ધુનો ની રમઝટ બોલાવીને હર્ષોલ્લાસ ની ભક્તિનો સમન્વય કરીને આજની પવિત્ર આમળી અગિયારસ ની ઉજવણી કરી હતી ..આજના સંમેલનમાં ઉપસ્થિત સૌ મંડળોને સ્મૃતિચિહ્ન આપીને દરેક મંડળને ઝાલોદ મહિલા મંડળે સન્માનિત કર્યા હતા..આજના કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહિલાઓએ આ અવનવા કાર્યક્રમ ને આવકર્યો હતો તો મન મુકીને ભક્તિભાવ પૂર્વક આનંદ લૂંટયો હતો .રંગોની છોળો ,ફૂલોની વર્ષો ,સાથે દાદા ના જય જય કાર અનેરું આકર્ષણ જમાવ્યું હતું.આમ દરેક બહેનો એ અનેરું આકર્ષણ જમાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: