ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે રસ્તા ઉપર જંપને લીધે સામસામે અથડામણ સર્જાઇ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે રસ્તા ઉપર માટીના ગાર વડે જંપ બનાવેલ હતો જેમાં ગત રાત્રે ૯ વાગ્યા દરમિયાન ના સુમારે અંકિત ભાઈ કાળુભાઇ ડામોર દારૂના નસા માં ગેરવર્તન કરી ગાળું બોલી તેમજ કોની પરમિશન થી જંપ બનાવ્યું છે તેમ કહીને મહિલા સોનલબેન ના ઉપર હુમલો કર્યો હતો જેમાં સોનલબેન ના માથાનાં ભાંગે ઈજા પહોંચી હતી જેમાં આજુબાજુ ના લોકોને તેમજ ઘરના લોકોને જાણ મળતાં દોડી આવ્યા હતા અને સોનલબેન ને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે ઘરનું કામકાજ ચાલુ હોવાથી પાણીની પાઈપ રસ્તા ઉપર દબાવી ને ગારનુ જંપ બનાવેલ જાણવા મળ્યું હતું જેમાં
હુમલો કરનાર અંકિત કાળુભાઇ ડામોર ઉપર લીમડી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી હતી જેમાં લીમડી પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને અંકિત ભાઈ કાળુભાઇ ડામોર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

