ઝાલોદ નગરમાં શ્યામ બાબાની ભવ્ય નિશાન શોભાયાત્રા યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬
ઝાલોદ નગરના પંચસીલ સોસાયટીથી શ્યામ બાબાની ભવ્ય નિશાન શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રા હજારીપ્રસાદજી રામનારાયણજી અગ્રવાલના મુકામે થી વણકતળાઈ હનુમાનજી મંદિર સુધી પગપાળા યાત્રા યોજાઈ, આ શોભાયાત્રા મા મોટા પ્રમાણમાં શ્યામ પ્રેમી જોડાયા હતા. દરેક શ્યામ પ્રેમી પોતાના નિશાન સાથે પગપાળા યાત્રા મા જોડાયા હતા. શોભાયાત્રા વાજતે ગાજતે, ફટાકડા ફોડતા, ફૂલો ની છોળો ઉછાળતા યોજાઈ, દરેક શ્યામ પ્રેમી નાચતા ગાતા, શ્યામ બાબાના જય જયકાર સાથે યોજાઈ, નિશાનયાત્રા વણકતળાઈ મંદીર પર પહોંચી ત્યાર બાદ દરેક ભક્તો શ્યામ બાબા ની જ્યોત લઈ અને આરતી કરવામાં આવી ,છેલ્લે પ્રસાદ લઇ દરેક ભક્તો બાબા ના ગુણગાન ગાતા જોવા મળતા હતા, દરેક શ્યામ પ્રેમી ઓ ના ચેહરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો
