ઝાલોદ નગરની શ્યામ હવેલી ખાતે શ્યામ પરિવાર દ્વારા ભવ્ય ફાગોત્સવની ઉજવણી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬

ઝાલોદ નગર મા હિન્દુ ધર્મ ને લગતા તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે, ઝાલોદ નગર મા હિન્દુ સમાજ દ્વારા દરેક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવાય તે માટે દરેક સ્થાનીય હિન્દુ સંગઠનો દ્વારા તન, મન, ધન થી સમર્પિત થઈ દરેક કાર્યકર્તા જોડાય છે
ઝાલોદ નગર નું વણકતલાઇ હનુમાનજી મંદિર દરેક હિન્દુ માટે આસ્થા નું પ્રતિક છે, આ મંદિર મા દરેક ભક્ત ની માનતા પુરી થાય છે , ઝાલોદ નગર મા આ મંદિર પહેલા ખુબ જ નાનું હતું ,લોકો ની આસ્થા વધતા જન સહયોગ થી આ મંદિર ખૂબ જ ભવ્ય તેમજ વિશાળ બની ગયેલ છે, આ મંદિર મા ગણપતિજી ,હનુમાનજી, સીતારામ પરિવાર, લક્ષ્મી વિષ્ણુ જી, શ્યામ બાબા, જલારામ બાપા, અંબે માતા અને શિવ પરિવાર સાક્ષાત સ્વરૂપે બિરાજે છે, વણકતળાઈ હનુમાનજી મંદિર મા ભક્તો પોતાની આસ્થા પુરી થતાં સવામની કરે છે આમ ઝાલોદ નગર નું આ મંદિર ધાર્મિક રીતે ખૂબ જ પ્રચારક છે
સવાર થી જ શ્યામ હવેલી ખાતે ભક્તો ની ભીડ જમા થવા લાગી હતી અને આખું મંદીર જય શ્રી શ્યામ ના નાદ થી ગુંજી ઉઠયું હતું, ઝાલોદ નગર ના શ્યામ પરિવાર દ્વારા દર વર્ષે શ્યામ બાબા ની અગ્યારસ ના રોજ ફાગ મહોત્સવ ઉજવવા મા આવે છે, આજના દિવસે શ્યામ બાબા નું પંચામૃંત થી સ્નાન કરાવવા આવ્યું ત્યાર બાદ શ્યામ બાબા ને નવાં વસ્ત્ર પહેરાવવામાં આવેલ ,બાબા ને કેંસર ચંદન થી તિલક કરવામાં આવેલ હતું ત્યાર બાદ રંગબેરંગી ફૂલો થી શ્યામ બાબા નું દરબાર સજાવવામાં આવેલ હતું, શ્યામ બાબા ના દરબાર ને અત્તર છાંટી મહેકાવવા મા આવેલ હતું આખા મંદીર ને ફુલ અને અત્તર ના સુગંધ થી મેહકાવી દેવામાં આવ્યું હતું, શ્યામ બાબા ના દરબાર ને રોશની તેમજ રંગબીરંગી ફુગ્ગા ઓ થી સજાવી દેવામાં આવેલ હતું, શ્યામ બાબા ને 56 ભોગ નો પ્રસાદ ધરાવવા મા આવ્યો અને ત્યાર બાદ શ્યામ બાબા ની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી અને દરેક શ્યામ ભક્ત શ્યામ બાબા ની જ્યોત લેવા લાંબી લાઈન મા ઊભા જોવા મળતા હતા
શ્યામ હવેલી ખાતે સાંજે ભવ્ય ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવેલ હતું, આ ભજન સંધ્યામાં જયપુર થી આવેલ ભજન કલાકાર દ્વારા શ્યામ બાબા ના ભજન પીરસવામાં આવેલ હતું, મંદિર મા ભજન સાંભળવા ખૂબ જ મોટી સંખ્યામાં શ્યામ પ્રેમી આવેલ હતા, દરેક શ્યામ પ્રેમી શ્યામ બાબા ની ભક્તિ મા રંગાઈ ગયેલ જોવા મળતા હતા, શ્યામ પરિવાર દ્વારા ફૂલો ની હોળી, અને ગુલાલ ની છોળો તથા અત્તર છાંટી ઝૂમી ઊઠેલ જોવા મળતા હતા
શ્યામ હવેલી શ્યામ બાબા ના વિવિધ નામ થી ગુંજી ઉઠી હતી જેમકે હારે કા સહારા બાબા શ્યામ હમારા, લખદાતાર ,નીલે દોડે વાલે, મોવિઁ નંદન, ખાટુ નરેશ, શીશ કે દાની જેવા નામો થી આખું મંદીર ગુંજી ઉઠયું હતું
આખું મંદિર નું પ્રાંગણ શ્યામમય બની જોવા મળતું હતું, દરેક શ્યામ ભક્ત શ્યામ ભજન પર ઝૂમી ઉઠેલ જોવા મળતા હતા આમ દરેક ભક્તો મા એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!