દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામ નજીક ક્રુઝર ફોરવિલ ગાડી પલટી ખાતાં ત્રણ મુસાફરો ગંભીર
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામ નજીક પુલ પાસે એક પેસેન્જર ભરેલ ક્રુઝર ફોરવિલ ગાડી પલટી ખાઈ જતા અંદર સવાર ત્રણથી ચાર પેસેન્જરોને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આજરોજ સવારના સમયે ગરબાડા તાલુકાના ખારવા ગામ નજીકથી પસાર થઇ રહેલ પુલ પરથી મધ્યપ્રદેશ પાર્સિંગ એક ક્રુઝર ફોર વીલર ગાડી જેમાં પેસેન્જરો ભરેલા હતા આ ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેને પગલે ગાડીમાં સવાર પેસેન્જરો પૈકી ૩ થી ૪ પેસેન્જરોને શરીરે તેમજ હાથે પગે અને માથાના માટે ઇજા પહોચતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુમાં જાણવા મળ્યા અનુસાર ત્રણ જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાને પગલે સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

