દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની લોકોએ ધાર્મિક રીતે તેમજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ચુલ ના મેળા નો પણ લોકોએ આનંદ માણ્યો
દાહોદ તા.૧૯
દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોએ હોળી અને ધૂળેટી પર્વની ધાર્મિક રીતે તેમજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી હોળીના દિવસે લોકોએ હોળી પૂજન કરી ત્યારબાદ બીજા દિવસે ધૂળેટી પર્વની એકબીજાને કલર રંગ ગુલાલ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
કોરોના વૈશ્વિક મહામારી છેલ્લા બે વર્ષમાં અનેક નાના મોટા તહેવારોમાં રંગમાં ભંગ પડ્યો હતો ત્યારે આ વર્ષે કોરોના થી રાહત મળતાં લોકોએ હોળી ધુળેટી તહેવારની ધાર્મિક રીતે અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી હોળીના દિવસે લોકોએ હોળીની પૂજા કરી પોતાની માનતાઓ પૂરી કરી હતી ત્યારે બીજી તરફ બીજા દિવસે ધુળેટી પર્વે એકબીજાને કલર ગુલાલ છાંટી ધૂળેટી પર્વની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી દાહોદ જિલ્લામાં હોળી અને ધુળેટી પર્વે મેળાઓ સહિત અનેક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં ખાસ કરીને ચૂલના મેળાએ આકર્ષણનું કેન્દ્ર જણાવ્યું હતું. ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ ગરમ ચુલ પર ચાલી પોતાની માનતાઓ પૂરી કરી હતી દાહોદ જિલ્લામાં ભરાતાં ચૂલનો મેળો પરંપરાગત અને વર્ષોથી ભરાતો આવ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કોરોના મહામારી ના કારણે આ મેળો ભરાતો ન હતો પરંતુ આ વર્ષે આ મેળો ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા હતા. દાહોદ જિલ્લો આદિવાસી અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને તેમાંય ખાસ કરીને હોળી ધુળેટી તહેવારનું આગવું મહત્ત્વ ધરાવે છે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પણ લોકોએ ધાર્મિક રીતે અને ધામધૂમપૂર્વક હોળી ધુળેટીની ઉજવણી કરી હતી.

