ઝાલોદ નગરના લીમડી મુકામે એચીએવર સ્કૂલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ
રીપોર્ટર પંકજ પંડિત
કોરોનાની મહામારી પછી એટલેકે 2 વર્ષ પછી સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી, દરેક વિદ્યાર્થી અને શિક્ષકો મા તહેવાર ને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો
ફરી એક વાર ફાગણ ખીલ્યો છે, ફરી એક વાર કેસુડો ખીલ્યો છે, ફરી એક વાર આકાશને રંગવાનો સમય આવ્યો છે, રંગોથી ભરેલી બંધ મુઠ્ઠી આકાશમાં ઉડાડવાનો મોસમ આવ્યો છે, મિત્રો ના હાથોના રંગે સુશોભિત થવાનો અવસર આવ્યો છે. હસ્તરેખામાં આનંદના રંગો પૂરવાનો સમય આવ્યો છે.
તેવામાં એચીવર સ્કૂલમાં આજ રોજ હોળી ના તહેવાર ની ઉજવણી કરવામાં આવી જેમાં બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ઉત્સાહથી કાર્યક્રમ ઉજવ્યો અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી નાસ્તો આપવામાં આવ્યો.

