દાહોદ જિલ્લાના લીમખેડાના જેકોટ ગામે પરણિતાને ત્રાસ અપાતા પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેકોટ ગામે એક ૨૩ વર્ષીય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
લીમખેડા તાલુકાના કંબોઈ ગામે રોઝીયા ફળિયામાં પોતાના પિયરમાં રહેતી જીજ્ઞાશાબેન કનુભાઈ કોચરાના લગ્ન જેકોટ ગામે તળાવ ફળિયામાં રહેતાં રણજીતભાઈ કાળુભાઈ પરમાર સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી જીજ્ઞાશાબેનને પતિ તથા સાસરી પક્ષના કાળઉભાઈ કુકાભાઈ પરમાર, સવિતાબેન કાળુભાઈ પરમાર અને અજીતભાઈ કાળુભાઈ પરમારનાઓએ સારૂં રાખ્યાં બાદ પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર કામકાજ બાબતે મેણાટોણા મારી બીજી પત્નિ લાવવાની છે, તેમ કહી જીજ્ઞાશાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા જીજ્ઞાશાબેન દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

