દાહોદ જિલ્લામાં પોલીસનો સપાટો : જિલ્લામાં પાચ સ્થળોએથી પોલીસે કુલ રૂા. ૧.૩૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યાેં : ત્રણ વાહનો કબજે કરવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં પ્રોહીના બનેલ પાંચ બનાવોમાં પોલીસે વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂા. ૧,૩૮,૯૫૦ના પ્રોહી જથ્થા સાથે બે મોટરસાઈકલ સહિત ત્રણ વાહનો કબજે કરી ૩ જણાની અટકાયત કરી છે જ્યારે અન્ય ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૩મી માર્ચના રોજ લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે મીરાખેડી ગામે રહેતાં ભરતભાઈ દલુભાઈ બીલવાળના ઘરે ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જાેઈ ભરતભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૩૬ કિંમત રૂા. ૨૭,૫૬૦નો પ્રોહી જથ્થો કબજે કરી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૩મી માર્ચના રોજ સાગટાળા પોલીસે વડભેટ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલનો ચાલક પસાર થતાં પોલીસ સાબદી હતી અને તે નજીક આવતાંની સાથે પોલીસે તેને રોકી તેનું નામ પુછતાં તેને પોતાનું નામ ભીમસીંગભાઈ મથુરભાઈ રાઠવા (રહે. સીંગળાજા, તા.જિ.છોટાઉદેપુર) જણાવ્યું હતું. પોલીસે તેની મોટરસાઈકલ પર લટકાવેલ કંતાનના થેલાની તલાસી લેતાં કંતાનના થેલામાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૪૦ કિંમત રૂા. ૩૧,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ભીમસીંગભાઈ મથુરભાઈ રાઠવાની અટકાયત કરી સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૩મી માર્ચના રોજ સાગટાળા પોલીસે સાદરા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પોલીસને જાેઈ મોટરસાઈકલનો ચાલક સ્થળ પર મોટરસાઈકલ મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ નજીકથી કંતાનના થેલામાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૭૦ કિંમત રૂા. ૨૬,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ફરાર ચાલક વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૩મી માર્ચના રોજ પાટીયાઝોલ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા તે સમયે ત્યાંથી એક તુફાન ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે પોલીસને જાેઈ ગાડીમાં સવાર એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે રમેશભાઈ ધુળાભાઈ માવી (રહે. પાટીયાઝોલ, તોરણ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ) ને ઝડપી પાડી તુફાન ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૬૪ કિંમત રૂા. ૨૬,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે તુફાન ગાડી કબજે સાગટાળા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો પાંચમો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૩મી માર્ચના રોજ રળીયાતી ગામે સાંસીવાડ ખાતે રહેતાં અશ્વિનભાઈ અંબાલાલભાઈ મલકીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે અશ્વિનભાઈની અટકાયત કરી તેના મકાનની તલાસી લેતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૯૫ કિંમત રૂા. ૨૭,૧૯૦ના પ્રોહી જથ્થા સાથે અશ્વિનભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.